સુદાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવામાં આવ્યા તે બદલ વડાપ્રધાન તેમજ સમગ્ર ભારત સરકારનું ઋણ સ્વીકાર કરાયું
‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમ કલ્પકભાઈ મણિયારના માર્ગદર્શનમાં યોજાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે, વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ સમસ્યા સર્જાય, આપત્તિ આવે તો ભારત હંમેશા તેની પડખે ઉભુ રહે છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. તેઓ ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી સહીસલામત રીતે પાછા લાવવામાં આવેલા હજારો ભારતીયો વતી યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનાં પ્રેરકબળ કલ્પકભાઈ મણિઆરે સુદાનની પરીસ્થિતિનો ચિતાર આપ્યો હતો અને સુદાનવાસીઓને પરત લાવવા માટે સરકાર દ્વારા તેમને સારી મદદ મળી તેની વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલેશભાઈ શાહ, મિતલભાઈ ખેતાણીએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ કરતા રાજુભાઈ ધ્રુવે ઉપસ્થિત રહેલ તમામનો આભાર માની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંપૂર્ણ માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ યુદ્ધના ધોરણે અસાધારણ ઝડપ થી નિર્ણય અને પગલાં લઈ સુદાન માં વસતા ભારતીયોની જિંદગી બચાવી તાત્કાલિક ભારત સ્થળાંતર કરી ભારત સરકારે નવા કીર્તિમાન સ્થાપ્યા તે બદલ સૌરાષ્ટ્રવાસીઓ તરફથી આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરમાત્માનંદજી સરસ્વતીજી (આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ), ભાનુબેન બાબરિયા (કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર.), મોહનભાઈ કુંડારીયા (સાંસદ-રાજકોટ), રામભાઈ મોકરિયા (સાંસદ-રાજયસભા), મુકેશભાઈ દોશી (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), ડો. પ્રદિપ ડવ (મેયર, રાજકોટ), પ્રભવ જોષી (રાજકોટ જિલ્લા કલેકટર), મહેશભાઈ ઓઝા (પ્રાંત કાર્યવાહજી, આર.એસ.એસ.), મહેશભાઈ જીવાણી (પ્રાંત પ્રચારક, આર.એસ.એસ.), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય,), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય,), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), જ્યોતીન્દ્રભાઈ મહેતા, હંસિકાબેન મણિઆર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.