નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન બુડાપેસ્ટમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિનર નીરજ ચોપરાએ શાનદાર રમત બતાવી છે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
- Advertisement -
Showing how it's done ‼️
🇮🇳's @Neeraj_chopra1 launches an absolute missile in the first round of the men's javelin throw.
88.77m and a big Q to the final 🙌#WorldAthleticsChamps pic.twitter.com/Zfz2MFU10P
- Advertisement -
— World Athletics (@WorldAthletics) August 25, 2023
નીરજ ચોપરાની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં એન્ટ્રી
નીરજ ચોપરાએ ભાલા ફેંક એટલે કે જેવલિન થ્રો સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર દૂર જેવલિન થ્રો કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને તેની ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે જે ભારતીય સમય અનુસાર રાત્રે 11.45 વાગ્યે શરૂ થશે. જણાવી દઈએ કે ભારત આ ચેમ્પિયનશિપમાં આજ સુધી ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. ગયા વર્ષે નીરજ ચોપરાને આ ટૂર્નામેન્ટમાં સિલ્વરથી જ સંતોષ માનવું પડ્યું હતું હતું.
પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું
વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ વર્તમાન સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.67 હતું. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત દુનિયાભરના 36 ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો છે.