‘ખાસ-ખબર’ ના અહેવાલ બાદ મોરબી ૠઙઈઇની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
હળવદના સુંદરગઢ પાસે આવેલી પેપરમીલે પ્રદુષિત પાણી વોકળામાં કાઢ્યું હતું જેથી સ્થાનિક લોકોની રજૂઆત અને ’ખાસ-ખબર’ ના અહેવાલને પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મોરબી કચેરીના અધિકારીઓએ અહીં ધામા નાખ્યા હતા અને પ્રદુષિત પાણીના સેમ્પલો લીધા હતા. સાથે ખેડૂતો અને પશુપાલકોએ જણાવ્યું હતું કે, પ્રદુષિત પાણીના લીધે તેમની જમીન અને પાણી બંને બગડી રહ્યું છે જેથી કરીને વહેલી તકે પ્રદુષણ ઓકતી અને પ્રદુષિત પાણી છોડતી ફેક્ટરી સામે કાયદાકીય પગલા લેવા માટે રજૂઆત કરી હતી. આમ તો સુંદરગઢ પાસે આવેલી પેપરમીલ અગાઉ પણ વિવાદમાં આવેલી છે અને પ્રદુષણ ઓકવા અંગે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતુ ત્યારબાદ વોકળામાં પ્રદુષિત પાણી છોડવાનો બનાવ પણ સામે આવ્યો હતો જેમાં જે તે સમયે જીપીસીબીએ નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરી હતી અને વીજળીનું કનેક્શન પણ કાપી નાખ્યું હતું.
પરંતુ જીપીસીબીએ કરેલી કાર્યવાહીની કોઇ શીખ ન લેતા ફરી એકવખત સુંદરગઢ પાસે આવેલ પેપરમિલે વોકળામાં પ્રદુષિત પાણી છોડ્યું હતુ જેને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબી શાખાને રજૂઆત કરતા અધિકારીઓએ ધામા નાખ્યા હતા અને પાણીના સેમ્પલ લઈ ફોરેન્સિક માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
- Advertisement -
ખેડૂતો અને પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો, કડક કાર્યવાહીની માંગ
સુંદરગઢ પાસે આવેલી પેપરમીલ અસહ્ય દુર્ગંધ યુક્ત હવા ફેલાવતી હોય ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે ત્યારે હવાને પ્રદૂષિત કરતી અને પ્રદુષિત પાણી છોડતી ફેક્ટરી સામે સેમ્પલો લીધા બાદ કેવી કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું. બીજી બાજુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર વોકળામાં છોડાયેલું પ્રદુષિત પાણી આગળ જતા બ્રાહ્મણી 2 ડેમમાં ભળી જાય છે અને આગળ જતા આખા તાલુકાને પીવા માટે અને પિયત માટે આ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે ગંભીર પરિસ્થિત ઉભી થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકોએ એકઠા થઈ જીપીસીબીના અધિકારીઓને રજૂઆત કરીને આ પેપરમીલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.