ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા પોલીસે કોઠારીયા રોડ ઉપર આવેલા એ.વી.એન. ખુરશીના કારખાનામાં મજુરની ઓરડીમાં રાતે દરોડા પાડીને જુગાર રમતા નીલેષ ચીકાણી, નવીન હાલપરા, ચેતન ચીકાણી, કલ્પેશ ઉર્ફે ગડરૂ સવસાણી, હસમુખ ફેફર, મનીષ કાલરીયા અને સુપ્રિત પટેલને રોકડ રકમ રૂપિયા 4,20,000 સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગોરધન સોજીત્રા નામનો શખ્સ નાશી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબી તાલુકા પોલીસની ટીમે નવી પીપળી ખાતે જાહેરમાં જુગાર રમતા લાલજી સોનગ્રા, પ્રદિપ મોરી, દેવાંગ લાંગણોજા, હિંમત સોલંકી, સંજય ટાંક, ભરત મોરી, ઉમેશ પરમાર અને ધવલ જાકાસણીયાને રોકડ રકમ રૂ. 24,300 સાથે ઝડપી પાડ્યાં હતાં. મોરબી તાલુકા પોલીસે નવાગામ (લગધીરનગર) ખાતેથી જાહેરમાં જુગાર રમતા છગન દેત્રોજા, વલ્લભ દેત્રોજા, અનુલાલ અઘારા, મનુભાઇ દારોદરા, મનસુખ દારોદરા, પ્રવિણ જંજવાડીયા અને હેમુ અઘારાને રોકડ રકમ રૂ. 31,050 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે માર્કેટ યાર્ડની સી લાઇનની છત ઉપર જુગાર રમતા મનસુખ સાવસાણી, કલ્પેશ મારવાણીયા અને કિશોર સાવસાણીને રોકડ રકમ રૂ.25,350 સાથે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ટંકારા પોલીસની ટીમે જાહેરમાં જુગાર રમતા સુનીલ ઉર્ફે સુનીયો ઉધરેજા, હસમુખ ઉધરેજા, નાથાભાઇ બાવરવા અને ગણેશ ઉધરેજાને રોકડ રકમ રૂ.10,190 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.