સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત 15મા બ્રિક્સ સંમેલનના બિઝનેસ ફોરમને સંબોધતા પીએમ મોદીએ ફરી વાર ભારતના 5 ટ્રિલિયન ઈકોનોમીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનના બિઝનેસ ફોરમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ઈકોનોમીવાળો દેશ બની જશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવે છે, જેમાં 100 થી વધુ યુનિકોર્ન છે. એટલું જ નહીં આવનારા વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહેશે. આ શક્ય બન્યું કારણ કે ભારતે વિપદા અને મુશ્કેલ સમયને આર્થિક સુધારામાં ફેરવી નાખ્યો એટલે આવું શક્ય બન્યું છે. મોદીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મિશન મોડમાં કામ કર્યું છે જેને કારણે ભારતમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા વધી છે. વ્યવસાય કરવાની પરવાનગી લેવા માટે વિવિધ નીતિઓનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. હાલની સરકાર રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ પાથરી રહી છે, જેથી વેપારના વિકલ્પોમાં વધારો થાય.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi's remarks at the BRICS Business Forum Leaders’ Dialogue in Johannesburg, South Africa pic.twitter.com/oIWuxYzz9T
— ANI (@ANI) August 22, 2023
- Advertisement -
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે નિઃશંકપણે ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે. આ એટલા માટે છે કારણ કે ભારતે આપત્તિ અને મુશ્કેલ સમયને આર્થિક સુધારામાં ફેરવ્યો હતો. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મિશન મોડમાં કરવામાં આવેલા કામથી ભારતમાં બિઝનેસ કરવાની સરળતા વધી છે.
India will soon become 5 trillion dollar economy, will be growth engine of world: PM Modi in S Africa
Read @ANI Story | https://t.co/EYAUoskkUu#PMModi #BRICS #BRICSBusinessForum #SouthAfrica pic.twitter.com/u50xN0xD9o
— ANI Digital (@ani_digital) August 22, 2023
આર્થિક સહયોગને વધારવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં આપણા આર્થિક સહયોગને વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. “2009 માં, જ્યારે પ્રથમ બ્રિક્સ સમિટ યોજાઈ હતી, ત્યારે વિશ્વ એક મોટી આર્થિક કટોકટીમાંથી બહાર આવી રહ્યું હતું. આ સમય દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ બનીને ઉભરી આવ્યું હતું.
#WATCH | India will be the growth engine of the world. It's because India turned calamity and tough times into economic reforms. In the last few years, the ease of doing business in India has improved due to the work done in the mission mode…We have focused on public service… pic.twitter.com/nfLPGFLQoi
— ANI (@ANI) August 22, 2023
જોહાનિસબર્ગમાં 15મું બ્રિક્સ સંમેલન
PM મોદી 15માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પીએમ મોદીને જોતાં જ ભારતીયોમાં એક અનેરો ઉત્સાહ છવાયો હતો અને તેઓ પીએમ મોદીની એક ઝલક જોવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યાં હતા. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીના સ્વાગત માટે હાજર રહ્યા હતા. આ દરમિયાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને હાથ પણ મિલાવ્યા હતા. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર પીએમ મોદી અહીં આવ્યા છે અને તેઓ 22થી 24 ઓગસ્ટ સુધી અહીં રહેશે.
Heads of delegations of the BRICS member states pose for a group photograph at the 15th BRICS summit in Johannesburg, South Africa.
(Pic Source: Ministry of Foreign Affairs of Russia) pic.twitter.com/KeoQyY3jzX
— ANI (@ANI) August 22, 2023
બ્રિક્સમાં કયા કયા દેશ છે
બ્રિક્સ જૂથમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 2019 પછી બ્રિક્સના નેતાઓની આ પહેલી મુલાકાત છે.
"PM Modi arrives at the Summer Place to participate in the BRICS Leaders Retreat. Warmly greeted by the host, President of South Africa Cyril Ramaphosa. PM, along with other BRICS leaders will deliberate on global developments and leveraging the BRICS platform to find solutions… pic.twitter.com/2R8ApfEpgl
— ANI (@ANI) August 22, 2023
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ક્યાં જશે?
દક્ષિણ આફ્રિકા બાદ મોદી પોતાના ગ્રીસના સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે એથેન્સ જશે. 40 વર્ષમાં ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું શ્રેય પીએમ મોદીને ફાળે જશે.