રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા તા. 6 ઓગસ્ટનાં રોજ યોજાઈ હતી. જેનું પરિણામ આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.06/08/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-2023 ની પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે.
- Advertisement -
70 કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચી કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરીક્ષામાં 35 ટકા એટલે કે 70 ગુણ કે તેથી વધારે ગુણ મેળવનાર ઉમેદવાર તા. 17/09/2023 નાં રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે.