25 ઓગસ્ટે રિલિઝ થનારી ‘ડ્રીમગર્લ 2’નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં 81 વર્ષીય જિતેન્દ્રે પૂજા બનકર સાથે રોમેન્ટિક વાતો કરી હતી.
આયુષ્માન ખુરાના આ દિવસોમાં પોતાની સુપર કોમેડી ફિલ્મ ‘ડ્રીમગર્લ 2’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલિઝ થવા જઈ રહી છે. તેનો પહેલો ભાગ પહેલાથી જ દર્શકોના દિલ જીતી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર ચાહકો આયુષ્માનની ડ્રીમ ગર્લ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના અત્યાર સુધી ઘણા વીડિયો સામે આવ્યા છે. આયુષ્માન ડ્રીમ ગર્લમાં પૂજા બનકર પોતાના સેક્સી અવાજ અને લૂકથી લોકોને દિવાના બનાવી રહી છે. 81 વર્ષીય પીઢ અભિનેતા પણ તેના પ્રેમમાં પડી ગયો છે. આ બીજું કોઈ નહીં પણ જિતેન્દ્ર છે. જો તમને વિશ્વાસ ન થતો હોય તો જુઓ વીડિયો.
- Advertisement -
81 વર્ષની ઉંમરે જીતેન્દ્ર થયા પૂજાના પ્રેમમાં પાગલ
આ વીડિયોને આયુષ્માન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જિતેન્દ્ર બધાની નજરથી બચીને પૂજાને ફોન કરીને કહી રહ્યો છે કે, ‘હેલો પૂજા…’. પૂજાનો અવાજ ત્યાંથી આવે છે અને તે કહે છે, ‘પાયલાગુ અંકલ. આ સાંભળીને જિતેન્દ્ર કહે છે, ‘અરે અંકલ ન બોલ, જીતુ કહીને બોલાવ, તું મને જીત પણ કહી શકે છે.
View this post on Instagram- Advertisement -
પૂજા અને જિતેન્દ્રે શું વાત કરી
આના પર પૂજા કહે છે તમારુ નામ લેતા ડર લાગે છે. ત્યાર બાદ જિતેન્દ્ર કહે છે કે ડર કે આગે જીત હૈ ઔર જીત કે આગે જિતેન્દ્ર. આમ પણ તું ક્યારે આવી રહી છો. આના પર પૂજાએ કહ્યું કે તમારી તો ઘરની વાત છે, ઘરે પૂછી લેજો. આના પર જિતેન્દ્રે કહ્યું કે અરે, ઘર પર એકતા નથી, મારો મતલબ એ તે બહાર ગઈ છે અને આમ પણ તું હોય પછી હું બીજા કોઈને પૂછું તે શોભા નથી આપતું. તું જ કહી દે, ક્યારે આવી રહી છે, અરે પૂજા કહે ને તારી પૂજાનું મુહૂર્ત ક્યારે છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
આયુષ્યમાન ખુરાનાની ડ્રીમ ગર્લ 2 આ મહિને 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અનન્યા પાંડે આયુષ્માન સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ શાંડિલ્યએ કર્યું છે. તેને એકતા કપૂર અને શોભા કપૂરે પ્રોડ્યુસ કરી છે.