રશિયાએ 50 વર્ષ પછી બીજી વખત ચંદ્ર મિશન શરૂ કર્યું, જે 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. જો કે, રોસ્કોસ્મોસ અનુસાર, લુના-25 સ્ટેશન ચંદ્ર સાથે અથડાયું, જેના કારણે મિશન નિષ્ફળ ગયું. રશિયાએ 11 ઓગસ્ટના રોજ Luna-25 લોન્ચ કર્યું હતું.
રોસ્કોસ્મોસના વડા યુરી બોરીસોવે જૂનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને કહ્યું હતું કે ચંદ્ર મિશન જોખમોથી ભરપૂર છે. તેમની સફળતાની શક્યતા 70 ટકા છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની સાથે રશિયાનું લુના-25 પણ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન 19 ઓગસ્ટના રોજ લુના-25માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી.
- Advertisement -
રશિયન સ્પેસ એજન્સીને શનિવારે જ લુના-25ની તપાસ કરતી વખતે ઈમરજન્સીની જાણ થઈ હતી. ભારતનું ચંદ્રયાન-3 પણ ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન, લેન્ડર મોડ્યુલ (LM) ને ચંદ્રની નજીક લઈ જવા માટેની ડીબૂસ્ટિંગ પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ થઈ ગઈ છે. અને હવે ચંદ્રયાન-3ના લેન્ડિંગ સમયની પણ જાહેરાત થઇ ચુકી છે. તારીખ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવું અનુમાન છે.