વધતી મોંઘવારીને પગલે રેસ્ટોરાનાં મેનુમાંથી એક પછી એક ચીજ અદ્રશ્ય થવા લાગી છે. મેકડી બાદ હવે બર્ગરકિંગે બર્ગરમાંથી ટમેટા હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકન ફાસ્ટફૂડ કંપનીએ ટમેટાની સપ્લાઈમાં વિઘ્ન હોવાથી બર્ગરમાં ટમેટા નહિં નાખવાનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા વેબસાઈટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે ટમેટાની ગુણવતા તથા સપ્લાયની અણધારી હાલત સર્જાવાને કારણે ટમેટાનો ઉપયોગ થઈ શકે તેમ નથી.
જોકે સ્થિતિ નોર્મલ બનતા ફરી ટમેટાનો વપરાશ શરૂ કરી દેવામાં આવશે. બર્ગરકીંગ પૂર્વે મેકડોનાલ્ડ તથા સબ-વે દ્વારા ટમેટાનો વપરાશ અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો. મેકડોનાલ્ડે પણ સારી કવોલીટીનાં ટમેટા ઉપલબ્ધ થતાં ન હોવાને કારણે ગત મહિને બર્ગરમાં ઉપયોગ કરવાનું બંધ કર્યુ હતું. સબ-વે દ્વારા સેન્ડવીચમાં ચીઝ સ્લાઈઝને બદલે ચીઝ સોસ વાપરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. સ્લાઈસ માટે દરેક સ્લાઈસ દીઠ રૂા.30 વધુ વસુલાત કરવાનું જાહેર કર્યું હતું.
- Advertisement -
સબવેમાં પ્રવકતાનાં કહેવા પ્રમાણે ગ્રાહકોને વધુ સારો સ્વાદ ચાખવા ચીઝ સોસનો ઉપયોગ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું તે પાછળનું કારણ મોંઘવારી નથી માત્ર કવોલીટી સારા સ્વાદનો અનુભવ કરાવવા માટે જ બદલાવ કરાયો હતો. વિઝા રદ, કોસ્ટા કોફી, કેએફસી જેવી બ્રાંડ ધરાવતાં દેવાયાની ઈન્ટરનેશનલના સીએફઓ મનીષ દેવરે કહ્યું કે હજુ મોંઘવારીનો માર છે જ. દુધ અને ચીઝનાં ભાવ વિશે ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચોકકસ નિર્ણય થઈ શકે છે.