અટલજીની સમાધી પર પીએમ માથુ ઝુકાવી નત મસ્તક ઉભા રહ્યા
આપના નેતૃત્વથી દેશને ઘણો લાભ થયો: વડાપ્રધાન મોદી
- Advertisement -
દેશનાં લોકપ્રિય નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદીએ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. તેમને યાદ કરતાં મોદીએ પોતાના ટવીટર હેન્ડલ પર લખ્યુ હતું. ભારતના 140 કરોડ ભારતીયો સાથે મળીને હું અતુલનીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું.
આપના નેતૃત્વથી દેશને ઘણો લાભ થયો છે. દેશનાં વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા અને 21 મી સદીમાં દરેક ક્ષેત્રમાં દેશને આગળ લઈ જવામાં આપની મહત્વની ભુમિકા હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/sKhGiQAY2s
- Advertisement -
— ANI (@ANI) August 16, 2023
રાષ્ટ્રપતિએ અટલજીને શ્રધ્ધાંજલી અર્પી
પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને તેમની સમાધી સદૈવ અટલ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.અટલ સ્મારક ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વાજપેયીની પાલક પુત્રી મિતા કૌલ, ભટ્ટાચાર્યે પણ અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
#WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute at 'Sadaiv Atal' memorial on former PM Atal Bihari Vajpayee's death anniversary. pic.twitter.com/bYUvCv9Idt
— ANI (@ANI) August 16, 2023
#WATCH | Delhi: Former PM Atal Bihari Vajpayee's foster daughter Namita Kaul Bhattacharya pays floral tribute at 'Sadaiv Atal', on his death anniversary. pic.twitter.com/YS49n7xyB9
— ANI (@ANI) August 16, 2023