દિલ્હીની બહારના અલીપોર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં આગની જાણ થતાની સાથે જ અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફાયર અધિકારીએ જણાવ્યું કે બુધપુર વિસ્તારમાં રવિવારે બપોરે 3.10 કલાકે કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં આગની જાણ થઈ હતી, ત્યારબાદ 20 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે, જે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- Advertisement -
કર્મચારીએ વધુમાં જણાવ્યું કે રવિવારની રજા હોવાને કારણે ફેક્ટરીની અંદર કોઈ હાજર નહોતું. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.