ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા મેંગો માર્કેટના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન પદે સંજયભાઈ સિંગાળા અને વાઇસ ચેરમેન પદે ભરતભાઇ મકવાણા બિનહરીફ ચૂંટાયા હતા ગીર સોમનાથમા કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા તાલાલા મેંગો માર્કેટ યાર્ડની ચેરમેન વાઇસ ચેરમેન પદની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચૂટની યોજાય હતી જયારે 16 ડિરેક્ટરોએ સર્વાનું મતે ચેરમેન પદે સંજયભાઈ સિંગાળા અને ઉપ ચેરમેન પદે ભરતભાઈ મકવાણાની બિનહરીફ વરર્ણી થઇ હતી. આ મેંગો માર્કેટ 1987 માં શરૂ થઈ હતી અને કોંગ્રેસના કબજામાં હતી જો કે ભાજપે થોડા વર્ષ પહેલા આ મેંગો માર્કેટ પોતાના કબજામાં લીધી અને હાલ આ મેંગો માર્કેટ પર ભાજપ પ્રેરિત બોડીનો કબજો છે.