ગીર સોમનાથ જીલ્લામાં આવેલ પુર ના કારણે ખેતીવાડી તથા માલઢોર અને ગરીબ માણસોના ઘર વખરી નાશ પામેલ છે,સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ નુકશાની સર્વેની કામગીરી કરવામાં આવેલ પરંતુ તે પણ પૂર્ણ થયેલ નથી ઘણા વિસ્તારો બાકી છે આજ દિન સુધીમાં લોકોથને સરકાર તરફથી નુકશાની વળતર મળેલ નથી.
વેરાવળ શહેર તેમજ તાલાળા અને સુત્રાપાડા તથા કોડીનાર અને ગીર ગઢડા વિસ્તારમાં આવેલ અતિશય વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ થયેલ અને ઘણી જમીનો ધોવાણ સાથે પાક નિષ્ફળ જતા આમ જનતા નારાજ છે,તેમજ નદી કિનારે આવેલ જમીન-ધોવાણ થયેલ હોઈ તેવા ખેડૂતોને માટી પૂરણ કરવા તથા જમીન સરફેસ કરવા પૂરતા પ્રમાણમાં નુકશાનીનું વળતર આપવામાં આવશે તો આ વિસ્તારના ખેડૂતોને ફરી બેઠા કરી શકશું.
- Advertisement -
તો યોગ્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે નુકશાની વળતર સરકારશ્રી આપે એવી આમઆદમી પાર્ટી તરફથી રજૂઆત કરવામાં હતી જેમાં ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ રામભાઈ જી.વાજા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો આવેદન આપી માંગ કરી હતી.