-સંસદના ચોમાસુ સત્રના આખરી દિને પણ ધમાલ
સંસદના ચોમાસુ સત્રના આજે આખરી દિવસે પણ લોકસભા અને રાજયસભામાં હંગામો યથાવત રહ્યો હતો અને બંને ગૃહોમાં વિપક્ષોએ સરકારને ભીડવવા કોશીશ કરી હતી. ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા સમયે કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ કરેલા કેટલાક ઉચ્ચારણો બદલ તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા છે.
- Advertisement -
#WATCH | Delhi | I.N.D.I.A. MPs boycott Lok Sabha proceedings against the suspension of Adhir Ranjan Chowdhury from Lok Sabha and march to Dr Ambedkar's statue in Parliament. pic.twitter.com/8i1gposb1O
— ANI (@ANI) August 11, 2023
- Advertisement -
તેઓએ નિરવ મોદી તેવુ નામ લીધુ હતું અને તેના કારણે જ તેઓને સસ્પેન્ડ કરાયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. રાજયસભામાં આજે વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ પણ વિપક્ષી સભ્યોના સસ્પેન્સનનો મુદો ઉઠાવ્યો તો તેમને સભાપતિએ રોકવાની કોશીશ કરી હતી.
#WATCH | LoP in Rajya Sabha, Mallikarjun Kharge says, "…They want to suppress democracy and don't want to function as per Constitution. That is why, all of us from all parties are protesting here. We will continue to fight against their illegal deeds…To keep the democracy… pic.twitter.com/bblHH53wQg
— ANI (@ANI) August 11, 2023
તેણે પોતે દિલ્હી વાત કરી રહ્યા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે ચર્ચા સમયે નાની-મોટી વાતો થતી જ રહે છે. પરંતુ તે બિનસંસદીય શબ્દ છે તે તમે કહી શકો નહી. નિરવ મોદી એટલે કે તેમણે અર્થ કરતા કહ્યું કે, નિરવનો મતલબ શાંતિ સાયલન્ટ અને તમે તેને સસ્પેન્ડ કરો છો. લોકસભામાં તો ફકત બે મીનીટ માટે કામકાજ થઈ શકયું હતું અને તુર્તજ અધિરરંજનની સસ્પેન્સન મુદે હંગામો થતા ગૃહ મુલત્વી રહ્યું હતું.
દેશ મણીપુર સાથે: વડાપ્રધાન મોદીનું ટવીટ
ગઈકાલે લોકસભામાં મણીપુર મુદે વિપક્ષોને જવાબ આપ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણીપુર મુદે એક ટવીટ કરીને મણીપુરના લોકોને ખાતરી આપી હતી કે દેશ તેની સાથે છે તથા રાજયના લોકોને શાંતિ તથા પ્રગતિની ખાતરી આપવા રાજયમાં મહિલાઓની ગરીમા પુન: જળવાઈ રહે અને સ્થિતિ સામાન્ય બને તે માટે પ્રતિબદ્ધ છીએ.