વેપારીઓએ વિરોધ કરી મેયર અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની મુખ્ય બજારો કહેવાતી લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, દીવાનપરા રોડ પર નાના ફેરીયાઓ અને પાથરણાવાળાઓના દબાણોને લઇને વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે અનેકવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઇ સુધારો આવતો નથી. આવેદનપત્ર પાઠવી રજુઆત કરો એટલે તંત્ર 15 દિવસ સુધી એક્શન મોડમાં આવી જાય અને બાદમાં પરિસ્થિતિ પહેલા જેવી જ થઇ જાય છે.
- Advertisement -
આ વખતે કરી પાથરણાવાળાઓનાં દબાણનાં ત્રાસ સામે વિરોધ કરવા આજે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ દિવાનપરા, સહીતનાં 100 વધુ વેપારીઓ ભેગા થઇ વિરોધ નોંધાવ્યો હતો અને મેયર અને કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રરોડ જેવી મુખ્ય બજારોમાં 500થી વધુ નાની-મોટી દુકાનો આવેલી છે. પરંતુ આ દુકાનોની બહાર 200થી વધુ પાથરણાવાળા બહાર બેસી દબાણ કરે છે. જેથી દુકાનોના વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે.