ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કેશોદ તાલુકાની શાળાઓ અને કોલેજોમાં આપતકાલીન અંગે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં કેશોદ તાલુકાના ટ્યુશન ક્લાસિસોમાં અને શાળાઓમાં જૂનાગઢ આપત્તિ વ્યવસ્થાપન શાખા કલેકટર કચેરી દ્વારા ગઉછઋ, જઉછઋને સાથે રાખી આપત્તિ વ્યવસ્થાપનની સમજ, ફાયર સેફ્ટી, પુર, ભુકંપ અંગે જાગૃતતા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આપતકાલીન સમયે ઉપયોગિતા તથા રાહત અને બચાવના સાધનોનું ડેમોટ્રેશન રાખવામાં આવ્યું હતું આ મોકડ્રિલ કાર્યક્રમ માં બોહળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બેહનો ઉપસ્થિત રહીને સમજણ મેળવી હતી.