પડધરી તાલુકાના ખાખડાબેલા-1 ગામમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં સીમા પર ફરજ બજાવતા વીરગતિ પામેલા શહીદ સ્વ. દિલીપસિંહ નવલસિંહ જાડેજાના પરિવારજનો તેમજ પોલીસ અને આર્મીમાં ફરજ બજાવતા 25 અધિકારીઓ-કર્મચારીઓના કુટુંબીજનોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ સન્માનથી શહીદ જવાનના પરિવારજનો ગદગદ થઈ ગયા હતા.
- Advertisement -
ખાખડાબેલા-2 ગામમાં શહીદ સ્વ. મહેન્દ્રસિંહ જટુભા જાડેજાના પરિવારજનો તેમજ પોલીસ અને આર્મીના 15 અધિકારીઓ-કર્મચારીઓના કુટુંબીજનોનું અદકેરું સન્માન કરાયું હતું. જ્યારે ખોડાપીપર ગામમાં ભૂતપૂર્વ આર્મીમેન સંજયસિંહ ઝાલાને સન્માનિત કરાયા હતા.
ઉપરાંત થોરીયાળી અને ઉકરડામાં શિલાફલકમ તકતીનું અનાવરણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વૃક્ષારોપણ કરીને વસુધાને વંદન સહિતના દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા.
- Advertisement -
આ તકે પંચાયત વિસ્તરણ અધિકારી હંસાબેન રામાણી, પી.એસ.આઈ. ઝાલાભાઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રી ઉપેન્દ્રભાઈ ગોસ્વામી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભગવતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.