“મેરી માટી, મેરા દેશ” – મિટ્ટી કો નમન, વીરોં કા વંદન અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. ગીરીશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ જણાવ્યું હતું કે, ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વ, માર્ગદર્શન અને પ્રેરણાથી દેશના વીર-વીરાંગનાઓને સન્માન આપવા “મેરી માટી, મેરા દેશ” – મિટ્ટી કો નમન, વીરોં કા વંદન અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં 9 થી 30 ઓગસ્ટ, 2023 સુધી ચલાવવામાં આવશે. આ અંતર્ગત આપણા અમર વીરો અને બલીદાનીઓની સ્મૃતિમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
- Advertisement -
માનનીય કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશની માટી અને આપણા વીરસપુતોં આપણું ગૌરવ છે. આપણે દેશની માટી અને વીરસપુતોંને વંદન કરવા જોઈએ અને આ વીર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ દેશને પરમ સિધ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિની નવી ઉંચાઈ સર કરવા માટે ઉત્સાહભેર પ્રયત્નો કરવા જોઈએ.
“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનો અને સંલગ્ન તમામ કોલેજોમાં જનજાગૃતિ રેલી, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધાવંદન, વીરોને વંદન, પ્રભાત ફેરી, ચિત્ર સ્પર્ધા, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
- Advertisement -
આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ ભવનો અને સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરી, આ રાષ્ટ્રીય ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અંગે સૂચના આપવામાં આવેલ છે.
આ મીટીંગમાં કુલસચિવ ડૉ. હરીશ રુપારેલીઆ, પરીક્ષા નિયામક નિલેષ સોની, એન.એસ.એસ. કોઓર્ડીનેટર ડો. એન.કે. ડોબરીયા, શારીરિક શિક્ષણ વિભાગના અધિકારીઓ, બાંધકામ વિભાગના ઈજનેરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.