11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે નોટિસ: હનુમાનમઢી ચોકમાં આવેલી મુરલીધર ફરસાણમાંથી 13 કિલો દાઝીયા તેલનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મવડી, હનુમાનમઢી ચોકમાં ચેકિંગ દરમિયાન ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ચોકોડેન કેક સ્વીટ” સ્થળ:- ખોડિયાર ઇન્ડ. એરીયા, શેરી નં.5, મવડી બાયપાસ, તપાસ કરતાં એક્સપાયરી ડેટ થયેલ આઇસ્ક્રીમ 60 કી.ગ્રા., ફૂગ વાળા કુકીઝ, સોસ 15 કી.ગ્રા. તથા વાસી આખાધ્ય જણાવેલ જામ ક્રશ, સિરપ અને ક્રીમ 10 કી.ગ્રા. કુલ મળીને 85 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો જ્યારે “મુરલીધર ફરસાણ” સ્થળ:- હનુમાનમઢી ચોક, રાજકોટની તપાસ કરતાં વપરાશમાં લેવાતું દાઝીયું તેલ 13 કી.ગ્રા. સ્થળ પર નાશ કરાયો હતો.
- Advertisement -
શહેરના કોઠારીયા મેઇન રોડથી રણુજા મંદિર તથા મોરબી આજીડેમ વિસ્તારમાં આવેલ (1)રોનક ચાઇનીઝ પંજાબી -4 ક્રિ.ગ્રા. વાસી અખાદ્ય મંચુરિયન સ્થળ પર નાશ તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના (2)ફેમસ દાળપકવાન -3 ક્રિ.ગ્રા. ઉપયોગમાં લેવાયું દાઝીયું તેલ સ્થળ પર નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના (3)શિવમ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)સ્વામીનારાયણ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)વિશાલ દાળપકવાન -લાઇસન્સ મેળવવા નોટિસ અપાઈ હતી.
દૂધ, બ્રેડ, રાજગરા લોટના નમૂના લેવાયા
મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ, જલારામ કોમ્પેલેક્ષ, ગ્રા.ફ્લોર શોપ નં. 1-2, 50 ફૂટ મામા સાહેબ, દૂધ (લુઝ): સ્થળ-ચામુંડા દુગ્ધાલય, રાજનગર ચોક,મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ખોડિયાર ડેરી ફાર્મ, શોપ નં.05 , શિવમ કોમ્પલેક્ષ, રાજકોટ બેકરી પ્રિમિયમ સ્લાઇસ બ્રેડ(300 ગ્રામ પેક્ડ): સ્થળ- રાજકોટ બેકરી, 11-રણછોડનગર સોસાયટી, શાળા નં.15 ની પાસે, સાંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- દેવી મદ્રાસ કાફે, ઓમ પ્લોનેટ કોમ્પ્લેક્ષની આગળ, હાથી રાજગરા ફ્લોરના 200 ગ્રામ પાઉચ, સ્થળ- રિધ્ધી સિધ્ધી ટ્રેડિંગ કો., બાલાજી કોમ્પ્લેક્ષ, શોપ નં.17, તિરૂપતિનગર-3, હનુમાન મઢી પાસે, રૈયા રોડના નમૂના લેવાયા હતા.