હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એક ચોંકાવનારો વીડિયો. જ્યારે તમે વાઘની કલ્પના કરો છો ત્યારે તમારા મગજમાં પ્રથમ વસ્તુ શું આવે છે? ચોક્કસ તે એક મોટી બિલાડીની છબી હશે જેના શરીર પર કાળા પટ્ટાઓ છે. પરંતુ આ એક સામાન્ય વાઘ છે જેને આપણે બધા જાણીએ છીએ. એક મેલનિસ્ટિક વાઘનો તાજેતરનો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ઓફિસર રમેશ પાંડેએ ટ્વિટર પર આ મેલનિસ્ટિક વાઘનો વીડિયો શેર કર્યો છે. આ વાઘ ઓડિશાના સિમિલીપાલ ટાઈગર રિઝર્વમાં જોવા મળ્યો હતો. પોસ્ટના કેપ્શનમાં ઈંઋજ રમેશ પાંડેએ લખ્યું, ઓડિશાના સિમિલિપાલ ટાઈગર રિઝર્વ ખાતે મેલાનિસ્ટિક વાઘનો સુંદર કેમેરા ટ્રેપ વીડિયો, એક માત્ર એવી જગ્યા જ્યાં આપણે વસ્તીમાં આનુવંશિક પરિવર્તનને કારણે કાળા વાઘને જોઈ શકીએ છીએ. આ પોસ્ટ 1 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવી હતી.
- Advertisement -
પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેને 67 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ શેરને 1700 થી વધુ લાઈક્સ પણ મળી છે. લોકોએ કમેન્ટ સેક્શનમાં ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.