ચા-પાનના ગલ્લા અને ઇંડાની લારીઓ પર સઘન ચેકિંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળીયાની સાથે જ અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ આપતા ગઇકાલે એ-બી અને સી-ડીવીઝન પોલીસે સાંજના સમયે ત્રણ કલાકનો મેગા ડ્રાઇવ યોજી હતી.
- Advertisement -
જેમાં શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ચાની લારી, પાનના ગલ્લા અને ઇંડાની લારીઓ પર પડયા પાથર્યા રહેતા અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી હતી અને તમામને કડક સુચનાઓ આપવામાં આવી હતી.
જયારે શહેરમાં અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે પોલીસે ખુબ સુંદર કામગીરી કરતા શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે.