ફૂડ વિભાગે કપાસિયા તેલનો જથ્થો સીઝ કર્યો, ખેડૂત બ્રાન્ડના નમૂના લેવાયા, ભેળસેળિયા તત્વોમાં ફફડાટ
ખાસ-ખબર સંવાદદાતા
અખાદ્ય તેલ તેમજ ભેળસેળ કરનારા તત્વો ઉપર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના બ્રાન્ડના ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા હતા. કુલ 4.45 લાખનો જથ્થો સીઝ કરાયો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા, કે. એમ. રાઠોડ તથા આર. આર. પરમાર ની ટીમ સાથે જૂના માર્કેટિંગ યાર્ડ, ૠ-2 ૠ-6, છઝઘ પાસે, રાજકોટ મુકામે આવેલ શ્રી ગોરધનભાઈ મુરલીધરભાઈ સુમનાણીની ઉત્પાદક તથા રિપેકર પેઢી સોનીયા ટ્રેડર્સના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના સ્થળ પર સંગહ કરેલ અલગ અલગ પ્રકારના બ્રાન્ડના ખાદ્ય તેલોના પેક્ડ ટીન પૈકી શંકાસ્પદ જણાયેલ વિકાસ રીફાઈન કપાસિયા તેલ નો 3990 કિ.ગ્રા.(266 ટીન) કિમત આ. રૂ.4,25,600/- નો જથ્થો તેમજ વી લાઈટ કપાસિયા તેલ નો 178 લી. (12 ટીન) કિમત આ. રૂ.19,402/- નો જથ્થો સીઝ કર્યો હતો. આ સિવાય ખેડૂત બ્રાન્ડ 100 ટકા શુધ્ધ તેલ (14.8 કિગ્રા પેક્ડ ટીન) ના નમૂના લેવાની કાર્યવાહી કરી પુથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવેલ છે.