ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર તા.13-14-15 સપ્ટેમ્બરના રોજ મળશે અને તેમાં રાજયમાં આગામી સમયનાં વિકાસ અંગેના ત્રણ મહત્વના ખરડાઓ પણ રજુ થશે.ત્રણ દિવસનું આ ચોમાસું સત્ર જોકે કોઈ મોટી ચર્ચા વગર પુરૂ થાય તેવા સંકેત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વિધાનસભાનાં સત્રની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે અને હવે રાજયપાલ દ્વારા આ સત્ર માટે વિધીવત આહવાન કરાશે.