નેતાઓના જોરે કુદતાં અને પક્ષને મજબૂત કરવા સિવાયની કામગીરીમાં રત કાર્યકરોને ગર્ભિત ઈશારો
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસની વિચારધારાને વરેલા અને કોંગ્રેસ પક્ષ માટે કામ કરનારને જ સંગઠનમાં મહત્વ અપાશે’, તેમ કહી પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે સ્પષ્ટ કયુર્ં હતું.
રવિવારે રાજીવ ગાંધી ભવન, પાલડી ખાતે યોજાયેલી 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની અગત્યની સંવાદ બેઠકમાં પ્રમુખ ગોહિલે પક્ષમાં કેટલાક નેતાઓના જોરે કુદતાં અને પક્ષને મજબૂત કરવા સિવાયની કામગીરીમાં રત કાર્યકરોને ગર્ભિત ઈશારા સાથે સંકેતો આપી દીધા હતા.
- Advertisement -
લાંબા સમયથી કોંગ્રેસ સમિતિમાં ચોકકસ નેતા, વર્ગના સમૂહોનો કબજો હોવાથી સંગઠનના કાર્યકરોની વાચા, પ્રશ્ર્નો, સમસ્યાઓ ઉપર સુધી પહોંચતી નથી અને એના લીધે નારાજ, નાખુશ થઈ અનેક મહત્વના આગેવાનો અત્યાર સુધીમાં પક્ષ છોડી ચૂકયા છે. પક્ષમાં કામ કરનારને મહત્વ મળશે. નેતાના આધારે નહીં, પણ પક્ષની વિચારધારા માટે જે અસરકાર અને મજબૂતીથી કામ કરશે તેઓને મહત્વ અપાશે. કામ ન કરનારાએ પદ છોડી દેવું જોઈએ.