-અમેરિકી ઈમીગ્રેશન એજન્સી એક વર્ષમાં 65000 એચ-1બી વીઝા ઈસ્યુ કરશે
અમેરિકી ઈમીગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024 માટે એચ-1બી વિઝા માટે લોટરીથી પસંદગીનો બીજો રાઉન્ડ ટુંક સમયમાં શરૂ થશે. નિર્ધારિત સંખ્યા સુધી પહોંચવા માટે વધુ રજીસ્ટ્રેશનની જરૂરત છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી ભારતીય વ્યાવસાયિકોને ફાયદો થઈ શકે છે. આઈટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાં દર વર્ષે હજારો કર્મચારીઓને નિયુક્ત કરવા માટે આ વીઝા પર નિર્ભર છે.
- Advertisement -
એજન્સીએ કહ્યું હતું કે, તે પહેલા જમા કરાવવામાં આવેલ ઈલેકટ્રોનીક રજીસ્ટ્રેશનોમાંથી જ લોટરીના આવેદનોને પસંદ થશે. આ પ્રક્રિયા પુરી કરાયા બાદ લોકોને જાણ કરવામાં આવશે કે તેમનું આવેદન સ્વીકારવામાં આવ્યું છે અને તે કયારે અને કયા એચ-1બી માટે આવેદન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે એચ-વન બી વિઝા પ્રવાસી વીઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં નિયુક્ત કરવાની મંજુરી આપે છે. અમેરિકી એજન્સી એક વર્ષમાં વધુમાં વધુ 65000 એચ-1બી વિઝા ઈસ્યુ કરી શકે છે.
આ સિવાય સાયન્સ, ટેકનીક, એન્જીનીયરીંગ, મેથ્સ વિષયોમાં અમેરિકી વિશ્ર્વ વિદ્યાલયથી ઉચ્ચ શિક્ષણ પુરુ કરનારા વિદેશી છાત્રો માટે પણ એજન્સી 20000 એચ-1બી વિઝા ઈસ્યુ કરી શકે છે.
- Advertisement -