5 વર્ષમાં 4343 ચલણ ફટકારાયા જેમાં 38 લાખનો દંડ હજુ પણ બાકી
ખાસ-ખબર સંવાદદાતા
ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ અકસ્માત થતાં હોય છે, જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ગુજરાતમાં હાઈવે અને એક્સપ્રેસવે ઉપર વાહનની સ્પીડ લિમિટનો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી થતી નથી, છેલ્લાં પાંચ વર્ષમાં હાઈવે અને એક્સપ્રેસવે કડકાઈથી કામગીરી થઈ નથી, અહીં પાંચ વર્ષમાં સ્પીડ લિમિટના ભંગ બદલ 4343 ચલણ ફટકારવામાં આવ્યા હતા, જેમાં 35.72 લાખ દંડની વસૂલાત કરાઈ છે જ્યારે 38.05 લાખના દંડની વસૂલાત હજુ બાકી છે. ગુજરાતમાં છેલ્લે વર્ષ 2022માં 2491 ચલણ ઈશ્યૂ થયા હતા, જેમાં 14.77 લાખ દંડ વસૂલાયો અને 33.23 લાખની વસૂલાત બાકી છે.
- Advertisement -
એકંદરે ગુજરાતના હાઈવે અને એક્સપ્રેસવે પર બેફામ વાહન ચલાવનારા સામે જોઈએ તેવી સખ્તાઈ દેખાતી નથી, આની સામે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ તો એકલા વર્ષ 2022ના અરસામાં જ 26479 ચલણ ફટકારવામાં આવ્યા હતા, જેમાં 4.34 કરોડનો દંડ ઉઘરાવાયો હતો અને 88 લાખથી વધુનો દંડ બાકી બોલે છે.