નુકસાનની ચુકવણી રાજ્ય સરકાર SDRFના ધારા ધોરણ પ્રમાણે થતી હોય છે!
વર્ષ 2006થી 2022 સુધી સહાયની ચુકવણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં ભારે વરસાદને લીધે થતાં નુકસાનની ચુકવણી રાજ્ય સરકાર એસડીઆરએફના ધારા ધોરણ પ્રમાણે ચુકવતી હોય છે. રાજ્ય સરકારના રાહત વિભાગ અને મહેસુલ વિભાગના અહેવાલ મુજબ વર્ષ 2006 થી વર્ષ 2022 સુધી વરસાદ નુકસાની પેટે રાજ્ય સરકારે 608 કરોડ રૂપિયાની સહાય ચુકવણી કરી છે. પાક નુકસાની સિવાય જે સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુદરતી આફતને કારણે માનવ મૃત્યુ થાય તો એસડીઆરએફ ધારા ધોરણ મુજબ 1.50 લાખની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 50 હજાર સહાય આપવામાં આવે છે. આમ મળીને કુદરતી આફતમાં મૃત્યુ પામનારના પરિવારને 2 લાખ સહાય ચુકવવામં આવે છે. રાજ્યમાં વર્ષ 2007થી 2022 સુધી માનવ મૃત્યુ પેટે રાજ્ય સરકાર દ્વારા 127 કરોડ સહાય ચુકવવામાં આવી છે. જેમાં સોથી વધારે વર્ષ 2019માં 83 કરોડ સહાય ચુકવવામાં આવી હતી. આ ઉપરાંત 2017માં 9.80 કરોડ સહાય ચુકવવામાં આવી હતી. જ્યારે 2015માં 7.76 કરોડ અને 2020માં 7.64 કરોડ માનવ મૃત્યુ સહાય ચુકવવામાં આવી હતી.
રાજ્યમાં વર્ષ 2017માં ચોમાસા દરમિયાના પશુઓના મોટા પ્રમાણમાં મોત થયા હતા.વર્ષ 2014માં ચોમાસા દરમિયાના પશુઓના મોટા પ્રમાણમાં મોત થયા હતા. જેથી રાજ્ય સરકારે પશુ સહાય પેટે 60 કરોડની ચુકવણી કરી હતી. ત્યાર બાદ 2017માં રાજ્ય સરકારે 19 કરોડ રૂપિયા પશુ સહાય પેટે ચુકવ્યા હતા. રાજ્ય સરકાર દુધાળા પશુઓ માટે 16,400 સહાય ચુકવે છે. જ્યારે ધેટા,બકરા વગેરે માટે 1650 સહાય આપવામાં આવે છે. ઉંટ, ઘો઼ડા અને બળદ માટે 15,000 અને ગાયની વાછળડી, પાડો કે પાડીને 10,000 સહાય આપવામાં આવે છે. ભારે વરસાદ દરમિયાના પાકા મકનાને નુકસાનના એસડીઆરએફ પ્રમાણે 12,600 અને એસડીઆરએફ સિવાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 હજારની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે કાચા મકાન માટે એસડીઆરએફ પ્રમાણે 3800 અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 7500 સહાય આપવામાં આવે છે.
મકાન સહાય 15 ટકા નુકસાનીની મર્યાદમાં ચુકવવામાં આવે છે. વર્ષ 2020માં ભારે વરસાદને કારણે ઝૂપડા સહાય પેટે 21 કરોડ સહાય ચુકવવામાં આવી હતી. જ્યાર વર્ષ 2015માં કાચા મકાન સહાય પેટે 13 કરોડ સહાય ચુકવવામાં આવી હતી.
- Advertisement -
માનવ મૃત્યુ સહાય-127 કરોડ
પશુ મૃત્યુ સહાય-82 કરોડ
કેશડોલ-150 કરોડ
ધરવખરી સહાય-191 કરોડ
ઝૂપડા સહાય-33 કરોડ
કાચા મકાન સહાય-23 કરોડ
પાકા મકાન સહાય-2.72 કરોડ