આગથી બચવા પર્યટકો ભાગવા લાગ્યા: ફાયર બ્રિગેડ દ્વારા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા
ગ્રીસમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે અહીંના જંગલો આગની ઝપટમાં આવી રહ્યા છે જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.આગે એટલુ તો ભીષણ રૂપ ધારણ કર્યું છે કે તે હવે જંગલ છોડીને રહેઠાણના વિસ્તારોમાં ફેલાવા લાગી છે. હજારો લોકો રોડસ ટાપુ છોડીને ચાલ્યા ગયા છે. જયારે પર્યટકો આગથી બચવા અહી તહીં ભાગી રહ્યા છે. ખરેખર હાલમાં ગ્રીસમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવા આવે છે, તેમને માટે આ આગ મુસીબત બની છે. રોડસના જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા અને ત્યાંથી લોકોને સુરક્ષીત બહાર કાઢવા ફાયરબ્રિગેડના કર્મીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
તેમણે કહ્યું કે, ગત 24 કલાકમાં ગ્રીસના જંગલોમાં 62 સ્થળે આગ લાગવાની ઘટના બની છે. ગ્રીસના પશ્ચિમી અટ્ટિકા વિસ્તારમાં આગના કારણે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમુક લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર થતા થતી. જંગલોમાં આગ લાગવાની ઘટનાને લઈ ગ્રીસના પ્રશાસન પર સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 72 વર્ષીય ક્રિસોલા રીનેરીએ દાવો કર્યો કે,
તેમના અમુક સંબંધીઓ તેમનું ઘર બચાવવા આવ્યા હતા, પરંતુ પ્રશાસનના બેજવાબદાર અધિકારીઓએ પાણીની સપ્લાઈ બંધ કરી દીધી હતી. જેના કારણે અમે અમારૂં ઘર બચાવી શક્યા નથી. જંગલમાં આગ લાગવવાના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે. આગ લાગવાની આ ઘટનાને લઈ ગ્રીસ અને રોડ્સ આઈલેન્ડમાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અલ નીનો પ્રભાવના કારણે યૂરોપમાં અત્યારે ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ યૂરોપમાં ગરમી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે.