મોરબી ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ હતી. ડો. તોગડીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાલ હિન્દૂ ખતરામાં છે નહિતર કિશન ભરવાડ મરાયો ન હોત, વડોદરાના લવજેહાદના કારણે હિન્દૂ દીકરીએ આત્મહત્યા ન કરી હોત તેમજ કાશ્મીર અને મણિપુરમાં હિન્દૂ શરણાર્થીની કત્લેઆમ હત્યા મામલે ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા.
ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આગામી સમયમાં મહિલાઓની સુરક્ષા માટે ભારતભરમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા તેમજ દરેક વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજી સુરક્ષિત હિન્દુ, સ્વસ્થ હિન્દુની સંકલ્પના સાકાર કરવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં તેમણે સ્પષ્ટ બહુમતી ધરાવતી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસ્તી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાવે તેવી માંગ ઉઠાવી હતી.
- Advertisement -
તે ઉપરાંત ગુજરાતમાં થયેલ હિન્દુ યૌધ્ધા કિશન ભરવાડની હત્યા, કાશ્મીરના હિન્દુ શરણાર્થીઓની પરિસ્થિતી તેમજ મણીપુરની ઘટના વિશે સરકારને આડેહાથ લીધી હતી. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.