એક તરફ જ્યાં પાણી ભરાવવાના કારણે પુરની સ્થિતિ છે તો ત્યાં જ બીજી તરફ તેના કારણે આઈ ફ્લૂનો ખતરો પણ વધી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી સતત આઈ ફ્લૂના કેસ વધતા જઈ રહ્યા છે.
દેશભરમાં વરસાદના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. રાજધાની દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આ સમયે જળ ભરાવની સમસ્યા વધતી જોવા મળી રહી છે. જેના કારણે ઘણી જગ્યા પર પુર જેવી સ્થિતિ બની ગઈ છે. વરસાદના કારણે બગડતી સ્થિતિની વચ્ચે હવે એક નવી સમસ્યા સામે આવી ગઈ છે. છેલ્લા થોડા દિવસોમાં આઈ ફ્લૂ જેવા કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં તેના લક્ષણો અને બચવાના ઉપાય વિશે જાણો.
- Advertisement -
શું છે આઈ ફ્લૂ?
આઈ ફ્લૂ એટલે કે કંજેક્ટિવાઈટિસને પિંક આઈના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એક સંક્રમણ છે. જે કંજેક્ટિવાના સોજાના કારણે બને છે. કંજક્ટિવા ક્લિયર લેયર હોય છે. જે આંખોના સફેદ ભાગ અને પાપણની આંતરિક પરતને કવર કરે છે.
મોનસૂનના સમયે ઓછા તાપમાન અને હાઈ હ્યુમિડિટીના કારણે, લોકો બેક્ટેરિયા, વાયરસ અને એનર્જીના સંપર્કમાં આવે છે જે એલર્જિક રિએક્શન્સ અને આઈ ઈન્ફેક્શન જેવા કન્જેક્ટિવાઈટિસનું કારણ બને છે.
તેના કારણે થઈ જાય છે પિંક આઈ
કંજેક્ટિવાઈટિસ, જેને પિંક આઈના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કંજેક્ટિવામાં થતો સોજો છે. તેને પિંક આઈ એટલે કહેવામાં આવે છે કારણ કે કંજેક્ટિવાઈટિસના કારણે મોટાભાગે આંખોના સફેદ ભાગ ગુલાબી કે લાલ થઈ જાય છે.
- Advertisement -
કંજેક્ટિવાઈટિસના લક્ષણ
-આંખ લાલ થવી
-સોજો
-ખંજવાડ
-બળતરા
-પ્રકાશમાં જોવા પર સેન્સિટિવિટી
-સફેદ ચિકણો પદાર્થ નિકળવો
-સામાન્ય કરવા વધારે આંશુ આવવા
-પિંક આઈ ફેલાવતા ફેક્ટર્સ
-વાયરલ ઈન્ફેક્શન
-વાયરલ કંજેક્ટિવાઈટિસ સૌથી વધારે સંક્રામક છે અને મોટાભાગે સામાન્ય શરદી જેવા શ્વસન સંક્રમણની સાથે થાય છે. આ દુષિત સપાટીઓ કે શ્વસન બિંદૂઓની સાથે સીધા સંપર્કથી સરળતાથી ફેલાઈ શકે છે.
બેક્ટેરિયલ ઈન્ફેક્શન
બેક્ટેરિયલ ઈન્ફેક્શન બેક્ટિરીયાના કારણે થાય છે અને વધારે સંક્રામક પણ હોઈ શકે છે. આ દુષિત હાથ, મેકઅપ કે કોન્ટેક્ટ લેન્સ જેવા સોર્સથી બેક્ટેરિયાના સંપર્કમાં આવવાના કારણે થાય છે.
એલર્જિક રિએક્શન
એલર્જિક કંજેક્ટિવાઈટિસ ત્યારે થાય છે જ્યારે કંજેક્ટિવા પરાગ, ધૂળના કળ, પાલતુ જાનવરોના ફર, કે અમુક દવાઓ જેનાથી એલર્જીના કારણે રિએક્શન આવે છે. આ સંક્રામક નથી.
કંજેક્ટિવાઈટસથી કરો બચાવ
-હાથોને સ્વચ્છ રાખો અને પોતાના હાથ વારંવાર ધુઓ, દૂષિત હાથના કારણે જ કંજેક્ટિવાઈટસ ફેલાય છે.
-આંખોમાં મેકઅપ અને ટોવેલ જેવી વસ્તુઓ ન અડે તેનું ધ્યાન રાખો
-આંખો માટે ઉપયોગમાં લેવાતી બ્યૂટી પ્રોડક્ટને એક્સપાયર થયા બાદ ઉપયોગ ન કરો.
-તમારા તકીયાના કવરને વારંવાર ધોવો અને સાફ કપડા પહેરો.
-કંજેક્ટિવાઈટિસ સંક્રામક છે માટે જે લોકોને આઈ ફ્લૂ છે તેમની નજીક જવાથી બચો.