વડાપ્રધાન કાર્યક્રમ સંદર્ભે કલેકટર કચેરીમાં મીટીંગ ઉપરાંત જૂની કલેકટર કચેરી ખાતે બે સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ સહિત અન્ય કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્યું હતું કે, શનિવારે બપોરે 2 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે, તેમના લોકાર્પણ – સન્માન – મીટીંગ – સ્થળ તપાસ સહિતના ઢગલાબંધ કાર્યક્રમો યોજાયા છે.
- Advertisement -
કલેકટરએ જણાવેલ છે કે, શનિવારે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા બાદ જૂની કલેકટર કચેરી ખાતે સબ રજીસ્ટ્રાર કચેરીનું લોકાર્પણ કરશે, ત્યાંથી તેઓ ઝવેરચંદ મેઘાણી મોડલ સ્કૂલની મુલાકાત લેશે. આ પછી મુખ્યમંત્રી કલેકટર કચેરી ખાતે વડાપ્રધાન આગમન અંગે કલેકટર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા કરશે, ત્યાંથી તેઓ રેસકોર્ષ ખાતે જાહેરસભા સ્થળની તપાસ અર્થે જશે.
આ પછી તેઓ હેમુ ગઢવી હોલ ખાતે દિવ્યાંગ લોકોની સ્નેહ સ્પર્શ સંસ્થા, ગીર ગંગા ટ્રસ્ટ – ગૌશાળા સ્કીમ અંતર્ગત પશુપાલકો દ્વારા સીએમનું સ્વાગત, ચેકડેમમાં સહયોગ આપનાર સંસ્થાઓના અગ્રણીઓનું બહુમાન, કણસાગરા કોલેજ ખાતે પટેલ સમાજ સંસ્થાનો કાર્યક્રમ વિગેરેમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.