-તાઈવાનની કંપનીના સીઈઓ ભારતમાં: બન્ને રાજય સરકારો સાથે વાતચીતનો પ્રારંભ
ગુજરાતમાંથી વેદાંતા-ફોકસકોનને સેમીકન્ડકટર નિર્માણનો કરાર રદ થયા બાદ હવે આ પ્રોજેકટ માટે તાઈવાનની કંપની ફોકસકોન ગુજરાત બહાર તામિલનાડુ કે કર્ણાટકમાં જઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ કરાર થયા હતા પણ હવે ફોકસકોને તેમાં વેદાંતા સાથેનો કરારનો અંત લાવ્યો છે
- Advertisement -
અને હવે તે તામિલનાડુ અને કર્ણાટક સરકાર સાથે સેમીકન્ડકટર પ્લાંટ અંગે ચર્ચા કરી રહી છે. ફોકસકોનના સીઈઓ બ્રાન્ડ ચેંગ હાલ ભારતમાં છે તેઓ બન્ને રાજયના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. ફોકસકોન ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેટના માધ્યમથી તે પ્રારંભમાં રૂા.8800 કરોડનું રોકાણ કરીને એક માર્ક બનાવશે જયાં સેમીકન્ડકટર નિર્માણ પ્લાંટ અને તેની આનુસાંગીક ઉત્પાદન કંપનીઓ ચાલશે. કર્ણાટક સરકારે તો તેને ખાસ સહયોગ આપવાની તૈયારી બતાવી છે.