ફ્રાન્સે પીએમ મોદીને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. પીએમએ આ માટે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે જાણીતું છે. તે ફ્રાન્સ આવીને ગર્વ અનુભવી રહ્યા છે.
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું, “ગઈકાલે મને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. તે સમગ્ર 140 કરોડ ભારતીયોનું સન્માન છે. ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ વિશ્વ માટે ‘સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા’નું પ્રતીક છે. ભારત અને ફ્રાન્સ હંમેશા આતંકવાદ સામેની લડાઈમાં એકબીજાનાં સાથીઓ છે. ”
It is with great humility that I accept the Grand Cross of the Legion of Honor. This is an honour for the 140 crore people of India. I thank President @EmmanuelMacron, the French Government and people for this gesture. It shows their deep affection towards India and resolve for… pic.twitter.com/Nw7V1JVgpb
— Narendra Modi (@narendramodi) July 14, 2023
- Advertisement -
મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું, “રક્ષા સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધારસ્તંભ છે. તે બંને દેશો વચ્ચેના ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતિક છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. સબમરીન હોય કે નૌકાદળના જહાજો, અમે માત્ર આપણા પોતાના માટે જ નહીં. પરંતુ ત્રીજા મિત્ર દેશોના સહયોગ માટે પણ સાથે મળીને કામ કરવા માંગીએ છીએ.
માર્સેલીમાં નવું કોન્સ્યુલેટ ખુલશે
મોદીએ કહ્યું કે અમે માર્સેલી શહેરમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલીશું. ફ્રાન્સમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના લોકોને લાંબા ગાળાના વિઝા આપવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. વડાપ્રધાને ફ્રેન્ચ યુનિવર્સિટીઓને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા આમંત્રણ પણ આપ્યું હતું.’દેશોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે’
इसे देखकर हर भारतीय गौरवान्वित होगा! pic.twitter.com/Hz8OWD4JLG
— Narendra Modi (@narendramodi) July 14, 2023
વડાપ્રધાને કહ્યું, “અમે માનીએ છીએ કે તમામ વિવાદો સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ. ભારત સ્થાયી શાંતિની પુનઃસ્થાપના માટે યોગદાન આપવા તૈયાર છે. કોવિડ રોગચાળા અને યુક્રેન સંઘર્ષની અસરો સમગ્ર વિશ્વમાં અનુભવાઈ છે. ત્યારે દક્ષિણ વિશ્વના દેશો પર આની ખાસ કરીને નકારાત્મક અસર પડી છે. તે ચિંતાનો વિષય છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તમામ દેશોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.
À l'occasion historique de la Fête Nationale de la France, j'ai participé au défilé militaire à Paris. Toute ma gratitude pour l'accueil chaleureux et les honneurs que j'ai reçus. pic.twitter.com/qPd988D3YR
— Narendra Modi (@narendramodi) July 14, 2023
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શું કહ્યું
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું, “મને અહીં પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેન્ટને જોઈને ગર્વ છે. અમે એક ઐતિહાસિક માન્યતાના આધારે આગળ વધી રહ્યા છીએ. ભારત અને ફ્રાન્સ મળીને વૈશ્વિક સંકટોનું સમાધાન શોધી શકે છે. અમે યુવાઓને નહી ભૂલી શકીએ. 2030 સુધી અમે 30000 ફ્રાન્સનાં વિદ્યાર્થીઓને ભારત મોકલવા માંગીએ છીએ.
Addressing the press meet with President @EmmanuelMacron. https://t.co/TEY5fBPlTB
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ઇમેન્યુઅલ મેક્રો વધુમાં કહ્યું, “ફ્રાન્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા યુવા ભારતીયો માટે અમે અનુકૂળ વિઝા નીતિ રાખવા માંગીએ છીએ. અમે વિશ્વને આંતરરાષ્ટ્રીય સમુદાયના અસ્વીકારથી બચાવવા માંગીએ છીએ અને તેથી જ અમે પેરિસ એજન્ડા અપનાવ્યા છે. તેમજ અમે બધા શાંતિ અને વિકાસ તરફ દોરી જાય તેવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થાપના ઈચ્છીએ છીએ.”