– ડોકટરોની હડતાળથી હજારો દર્દીઓની સુરક્ષા ખતરામાં આવી જશે: સ્વાસ્થ્ય મંત્રી
બ્રિટનમાં સરકારી નાણાં પોષિત સ્વાસ્થ્ય સાર સંભાળ સેવાને અત્યાર સુધીની સૌથી લાંબી હડતાલનો સામનો કરવો પડી રહ્યો છે.ઈંગ્લેન્ડમાં હજારો ડોકટરોએ પગાર વધારાની માંગ સાથે ગુરૂવારથી પાંચ દિવસીય હડતાલ શરૂ ક્રી દીધી છે. જુનિયર ચિકિત્સકોએ સવારે 7 વાગ્યે પોતાની હડતાલ શરૂ ક્રી દીધી છે.
- Advertisement -
ડોકટરોનાં યુનિયન બ્રિટીશ મેડીકલ એસોસીએશન (બીએમએ)એ ફૂગાવો (મોંઘવારી)ને ધ્યાને લઈને જુનિયર ડોકટરોનાં વેતનમાં 2008 ના સ્તર પર ફરી લાવવા માટે 35 ટકા વેતન વધારાની માંગ કરી છે. કારણ કે બ્રિટનમાં 75 હજારથી વધુ જુનિયર ડોકટરો પર કામનો બોજ વધી ગયો છે. કોરોના વાયરસ મહામારીને કારણે સારવાર માટે પ્રતિક્ષારત દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ તોડી ચૂકી છે.
બીએમએ નેતા રોબર્ટ લોરેનસન અને ડો.વિવેક ત્રિવેદીએ કહ્યું હતું કે. એનએસએસનાં ઈતિહાસમાં ડોકટરો દ્વારા સૌથી લાંબા વોકઆઉટની શરૂઆત થઈ છે.જોકે આ રેકોર્ડ નથી જેને ઈતિહાસનાં પુસ્તકમાં નોંધી શકાય. તેમણે સરકારને હડતાલની જાહેરાત થવા પર વાત ન કરવાની નિરર્થક પૂર્વ શરતને છોડવાનો આગ્રહ કર્યો હતો.
બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, આ હડતાલથી હજારો દર્દીઓ પર અસર પડશે તેમની સુરક્ષા ખતરામાં આવી જશે અને એનએચએસ વેઈટીંગ લીસ્ટને ઘટાડવાનાં પ્રયાસોમાં વિઘ્ન આવશે.
- Advertisement -