-વોંડ્રોસુવાએ 70 વર્ષનો રેકોર્ડ તોડીને પહેલીવાર નોન રેન્કીંગ ખેલાડી તરીકે ફાઈનલમાં એન્ટ્રી મેળવી
ઓન્સ જેબ્યુરે પહેલો સેટ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરતા એરિના સબાલેન્કાને હરાવીને સળંગ બીજી વખત વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ના મહિલા સિંગલ્સ ફાઈનલમાં જગ્યા બનાવી છે. ટ્યુનીશિયાની જેબ્યુરે સેમિફાઈનલમાં સબાલેન્કાને 6-7 (5), 6-4, 6-3થી હરાવી છે. તેનો સામનો ચેક ગણરાજ્યની માર્કેટા વોંડ્રોસુવા સામે થશે. વિમેન્સ સિંગલ્સના બીજા સેમિફાઈનલમાં માર્કેટાએ યુક્રેનની એલિના સ્વિતોલિનાને હરાવી હતી.
- Advertisement -
જેબ્યુરે પાછલા પાંચ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. 25 વર્ષની આ ખેલાડી પહેલાં જ ગ્રાન્ડસ્લેમના ફાઈનલમાં જગ્યા બનાવનારી અરબ દેશો અને ઉત્તર આફ્રિકાની પહેલી તેમજ એકમાત્ર મહિલા ખેલાડી બની ચૂકી છે. જો કે તે અત્યાર સુધી ફાઈનલમાં જીતી શકી નથી. પાછલા વર્ષે જૂલાઈમાં ઑલ ઈંગ્લેન્ડ ક્લબ પર તેને એલેના રિબાકિનાએ હરાવી હતી.
જ્યારે પાછલ વર્ષે જ સપ્ટેમ્બરમાં અમેરિકી ઓપનમાં તે ઈગા સ્વિયાતેક સામે હારી ગઈ હતી. છઠ્ઠા ક્રમની જેબ્યુરે પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરતા અંતિમ-13 ગેમમાંથી 10 જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ઑસ્ટ્રેલિયન ઓપન વિજેતા સબાલેન્કાએ આ હાર સાથે સ્વિયાતેકને પછાડીને નંબર વન ખેલાડી બનવવાની તક પણ ગુમાવી દીધી છે. સબાલેન્કાની આ વર્ષે ગ્રાન્ડસ્લેમમાં માત્ર બીજી હાર છે જ્યારે તેણે 17 મેચ જીતી છે. ફાઈનલમાં જેબ્યુરની ટક્કર માર્કેટા વોંદ્રોસોવા સામે થશે. વોંદ્રોસોવા 1963માં બિજી જીન કિંગ બાદ વિમ્બલ્ડનના મહિલા ફાઈનલમાં જગ્યા બનાવનારી પહેલી નોન રેન્કીંગ ખેલાડી છે.
- Advertisement -
આઠ વર્ષ બાદ સેમિફાઈનલમાં પહોંચેલા રોહન બોપન્નાનો પરાજય ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનની ઈન્ડો-ઑસ્ટ્રેલિયન જોડીને ટોચની ક્રમાંકિત જોડી વેસ્લે કુલહૉફ અને નીલ સ્કુપસ્કીની ડચ-બ્રિટીશ જોડીએ 7-5, 6-4થી હરાવી છે. બોપન્ના પોતાના જોડીદાર એબ્ડેન સાથે ટાલોન ગ્રીક્સપુર અને સ્ટીવન્સને હરાવીને સેમફિાઈનલમાં પહોંચ્યા હતા. તેમણે પાછલી વખત 2015માં ટોપ-4 સુધીની સફર ખેડી હતી. બોપન્ના 2010માં યુએસ ઓપન (રનરઅપ) સહિત ડબલ્સ કેટેગરીમાં ચાર ગ્રાન્ડ સ્લેમ સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યા છે.