ખાસ-ખબર સંવાદદાતા
આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનની મદદ ફરી સાઉદી અરબ આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની કેન્દ્રીય બેંકને 2 અબજ ડોલર મોકલ્યા છે. પાકિસ્તાન માટે આ મદદ આઇએમએફના બેલ આઉટ પેકેજ પછી સૌથી મોટી અને અર્થ વ્યવસ્થાને રાહત પહોંચાડનારી છે. અગાઉ જૂન મહિનાના અંતમાં આઇએમએફ તરફથી 3 અબજ ડોલરનું અંતિમ રાહત પેકેજ મળ્યું હતું.
આમ છેલ્લા 10 દિવસમાં પાકિસ્તાનને 5 અબજ ડોલરની મદદ મળી છે. જો કે પાકિસ્તાનના કથડતા જતા અર્થતંત્રને ઉગારવા આટલું પુરતું નથી પરંતુ થોડાક સમય માટે આર્થિક સંકટ હળવું થયું છે. વિદેશી હુંડિયામણના અભાવે પાકિસ્તાન ઘણા સમયથી જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓ આયાત કરવા સક્ષમ ન હતું. સઉદી અરબની આર્થિક મદદ બદલ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે સઉદી અરબના પ્રિન્સનો આભાર વ્યકત કર્યો છે.