ખાસ-ખબર સંવાદદાતા
હુમા કુરેશીએ લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે બોલીવુડને લોકોએ સિરિયસલી ન લેવું જોઈએ અને તેમની પાર્ટીમાં શું થાય છે એના પર ધ્યાન ન આપવું જોઈએ. તેની ફિલ્મ ‘તરલા’ ણઊઊ 5 પર રિલીઝ થઈ છે. સાથે જ હુમાએ જણાવ્યું છે કે દરેક પ્રકારની ફિલ્મો બનવી જોઈએ. એને જોનારા દર્શકો તો મળી જ જશે. જેને કોઈ ફિલ્મ ન પસંદ પડે તો ન જોવી જોઈએ.
સમાજમાં ચાલી રહેલા મુદ્દાઓ પર લોકોએ ધ્યાન આપવું જોઈએ એવી સલાહ આપતાં હુમાએ કહ્યું કે ‘મને લાગે છે કે આપણે ખરા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને બોલીવુડની પાર્ટીઓમાં શું થાય છે એના પર ધ્યાન ન આપવું જોઈએ. કોને કઈ ફિલ્મમાંથી કાઢવામાં આવ્યા, કઈ ફિલ્મના ડાયલોગ્સ સારા છે કે ખરાબ છે એ બધી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. કોવિડ જ્યારે આવ્યો ત્યારે ફિલ્મોએ જ આપણને બચાવ્યા હતા.’ મોનિકા, ઓ માય ડાર્લિંગ’ની હુમાને તેના રોલ માટે ‘વેમ્પ’ કહેવામાં આવતાં તે ભડકી ગઈ હતી. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તે પુરુષો સાથે રિલેશન રાખીને બાદમાં તેમને બ્લેકમેલ કરતી હોય છે.
- Advertisement -
આ કોમેડી મર્ડર મિસ્ટરીમાં તેના રોલની કેટલાક લોકોએ ખૂબ પ્રશંસા પણ કરી હતી તો કેટલાકે તેને ‘વેમ્પ’ કહી હતી. એથી એ વિશે હુમાએ કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે હું મારી સેક્સ્યુઍલિટીનો ઉપયોગ કરું છું. આ ફિલ્મ કરવા પાછળનો ઉદ્દેશ જ એ છે. મને યાદ છે કે મેં એક જર્નલિસ્ટને સુધાર્યો હતો જેણે કહ્યું હતું કે ‘ઓહ, મોનિકા વેમ્પ છે.’ તેને જવાબ આપતાં કહ્યું કે ‘ના, અહીં જેટલા પણ ઍક્ટર્સ બેઠા છે એ બધાએ પોતાનો રોલ ભજવ્યો છે. તમે કોઈ પુરુષ માટે એવા કોઈ શબ્દનો ઉપયોગ ન કર્યો, પરંતુ તેના માટે કર્યો જે પોતાની સુંદરતાનો ઉપયોગ કરે છે. મારે એ જ વસ્તુ બદલવી છે. તે વેમ્પ નહોતી. તે તો આ રોલ દ્વારા બેસ્ટ આપવાનો પ્રયાસ કરી રહી હતી. તે સુંદર છે. તેને જાણ છે કે તેની સુંદરતાથી તે આવક રળી શકે છે અને એનો તે ઉપયોગ કરે છે. તો તેને શું કામ જજ કરવામાં આવે છે? તમે કોઈ પુરુષને વિલન નહીં કહો જે પ્રમોશન માટે પોતાના બોસનો ઉપયોગ કરતો હોય છે.’