આવતાં વર્ષે વેલેન્ટાઈનમાં બંનેની એકસાથે રીલીઝ
ખાસ-ખબર સંવાદદાતા
ફિલ્મ પ્રોડયૂસર એકતા કપૂરે અક્ષય કુમારની મુશ્ર્કેલી વધારી દીધી છે. તેણે આવતાં વર્ષે વેલેન્ટાઈન વીકમાં રજૂ થનારી અક્ષય કુમારની હજુ ટાઈટલવિહોણી ફિલ્મની સાથે જ પોતાની ’લવ, સેક્સ ઔર ધોખા પાર્ટ ટૂ’ રીલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે.
- Advertisement -
એકતા કપૂર લાંબા સમયથી આ ફિલ્મનો બીજો ભાગ પ્લાન કરી રહી હતી. તેનો પહેલો ભાગ ધાર્યા કરતાં વધારે હિટ થયો હતો. આથી, તેના બીજા ભાગની ડિમાન્ડ પણ બહુ સમયથી ચાહકો કરી રહ્યા હતા. હવે એકતાએ આગામી વર્ષે ફેબુ્રઆરીમાં ફિલ્મનો બીજો ભાગ રજૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
અક્ષય કુમાર સૂરિયાની ’સૂરારાઈ પોટ્ટુરુ’ ની રિમેકમાં કામ કરી રહ્યો છે. તે ફિલ્મ પણ આ જ સમયે રજૂ થવાની છે. અક્ષય કુમાર હાલ સતત ફલોપ જઈ રહ્યો છે. તેમાં પણ આ સાઉથની એક એવી જાણીતી ફિલ્મની રિમેેક છે જેને ઓટીટી પર મોટાભાગના લોકો જોઈ ચૂક્યા છે. તેની સામે એકતા કપૂરની ’એલએસડી’ તે સમયે પણ અતિશય બોલ્ડ ક્ધટેન્ટના કારણે ભારે ચર્ચાસ્પદ બની હતી.