ખાસ-ખબર સંવાદદાતા
કેનેડા સહિતના દેશોમાં ખાલીસ્તાની સમર્થકો દ્વારા ભારતીય દૂતાવાસ સમક્ષના દેખાવો અને કિલ ઈન્ડીયા રેલી યોજવાના પ્રયાસ બાદ ટોરેન્ટ સહિતના 11 ભારતીયો દૂતાવાસને હાઈએલર્ટ પર મુકી દેવાયા છે.
ગઈકાલે કેનેડામાં ટોરન્ટમાં ખાલીસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસ સમક્ષ દેખાવો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેની સામે અહી વસતા ભારતીયો ત્રિરંગો લઈને પહોંચી ગયા હતા અને કેનેડીયન પોલીસે બાદમાં તમામ ખાલીસ્તાની સમર્થકોની અટકાયત કરી હતી. પરંતુ આગામી દિવસોમાં આ પ્રકારના દેખાવો વધી શકે છે.
- Advertisement -
તેવા ભયથી મોદી સરકારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈટલી, કેનેડા, બ્રિટન તેમજ અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસે તથા કોુસ્યુલેટને હાઈ એલર્ટ પર મુકી દીધા છે તથા અહી સ્થાનિક સ્તરે પણ સુરક્ષા વધારવા આ દેશની સરકારોને જણાવ્યું છે.