ખાસ-ખબર સંવાદદાતા
ટેકનોલોજીનાં યુગમાં ખેતીથી માંડીને વૈજ્ઞાનિક સંશોધનમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી જ રહયો છે. કૃષિમાં ખેતરોમાં દવા છંટકાવ જેવી કામગીરી માટે ડ્રોન ઉપયોગમાં લેવાય જ છે ત્યારે હવે ગુજરાત સરાકારે નવી પહેલ કરી છે.રાજયના પર્વતો-ડુંગરોને હરીયાળા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે.
- Advertisement -
જે અંતર્ગત વરસાદી ઋતુમાં વધુ વૃક્ષો, વાવી શકાય તે માટે પાવાગઢનાં પર્વત પર એરીયલ સીડીંગ શરૂ કરાયું છે.દુર્ગમ વિસ્તારોમાં આ પ્રકારે વિવિશ્ર પ્રકારનાં બીજોનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો છે. ત્રણ દિવસમાં અંદાજીત 40 હેકટર વિસ્તારમાં 500 કિલો બીજનો છંટકાવ કરવામાં આવશે. વાંસ, સીતાફળ, કણજ, ખાટી આમલી, બોરસ આમલી, ખેર સહીત 7 પ્રકારનાં વૃક્ષોના બીજનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.