અલનીનો વર્ષમાં ચોમાસામાં વિલંબ અને નબળી શરૂઆત બાદ ઝડપથી સુધારો: માત્ર 12 દિવસમાં દેશભરમાં ચિત્ર ફરી ગયું
દેશનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે: આ મહિને 94%થી 106% વરસાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. અલ નીનો વર્ષમાં ચોમાસાની વિલંબિત અને નબળી શરૂઆત પછી, તેણે ઝડપી રિકવરી નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બાદ, ગુરુવાર સુધીમાં સમગ્ર દેશમાં વરસાદની ઉણપ ઘટીને 5્રુ થઈ ગઈ છે. 12 દિવસ પહેલા વરસાદની આ ઉણપ 30% હતી. મહત્વનું છે કે, 24 જુલાઈથી છેલ્લા 12 દિવસમાં થયેલા વરસાદે દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે.
છેલ્લા 12 દિવસ મધ્ય અને દક્ષિણ ભાગોને પણ આવરી લે છે, જયાં ચોમાસાની ખાધ ચિંતાજનક રીતે વધારે હતી. જુલાઈના પ્રથમ સપ્તાહની આસપાસ ચોમાસું બંધ થઈ શકે તેવી આશંકાથી વિપરીત. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વરસાદનો સ્પેલ આગામી કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, ચોમાસાને હજુ ઘણું ટકી રહેવાનું બાકી છે. ગુરુવાર સુધીમાં, 1 જૂને ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ત્યારથી દેશના 36 હવામાનશાષાીય પેટાવિભાગોમાંથી 16માં ઓછો વરસાદ થયો હતો. તેમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર (તટીય પટ્ટા સિવાય), તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને બંગાળના મેદાનોનો સમાવેશ થાય છે. જો કે, છેલ્લા બે સપ્તાહમાં આ તમામ પેટાવિભાગોમાં વરસાદની ઉણપ ઘટી છે અને આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે.
રાજસ્થાનમાં ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં પૂર્વીય ભાગોના મોટાભાગના ભાગોમાં અને પશ્ર્ચિમ ભાગોના બિકાનેર અને જોધપુર વિભાગના મોટાભાગના ભાગોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસમાં રાજયના પૂર્વ ભાગના મોટાભાગના ભાગોમાં અને પરૂમિ ભાગના બિકાનેર અને જોધપુર વિભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ કેટલાક સ્થળોએ ભારે વરસાદ તો એક-બે જગ્યાએ અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, રાજયના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધવામાં આવ્યો હતો જયારે કરૌલી જિલ્લામાં કેટલાક સ્થળોએ મૂશળધાર વરસાદ સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે આજે માટે કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ અને અન્ય સાત જિલ્લાઓ માટે ‘ઓરેંન્જ એલર્ટ’ જારી કર્યું છે. જો કે, તેમણે એ પણ સંકેત આપ્યો કે આગામી થોડા દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે.