જે માર્ગો પર શતાબ્દી ટ્રેનો ચાલે છે અને તેનું ભાડુ ‘વંદેભારત’ કરતા ઓછુ હોય ભાડુ ઘટાડવાનો રેલવેનો ફેંસલો: જે માર્ગો પર ‘વંદેભારત’ ફૂલ જાય છે ત્યાં ભાડુ યથાવત
ખાસ-ખબર સંવાદદાતા
રેલવે ટુંક સમયમાં ઓછા અંતરની વંદે ભારત ટ્રેનનું ભાડુ 5 થી 10 ટકા સુધી ઘટાડી શકે છે. ઉપરાંત 7 તારીખથી અમદાવાદ-જોધપુરની નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ રહી છે. મુખ્યત્વે ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. તે માર્ગો પર ભાડા ઘટાડવાની તૈયારી છે.જયારે જે માર્ગો પર વંદેભારત ફૂલ જઈ રહી છે ત્યાં ભાડુ યથાવત રહેશે. સ્વદેશી ટેકનીકથી બનેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન યાત્રીઓમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. રેલવે બોર્ડ તેને શતાબ્દીનાં વિકલ્પ તરીકે દેશના વિભિન્ન શહેરો વચ્ચે દોડાવી રહ્યું છે.
- Advertisement -
રેલવે અધિકારીઓનુ કહેવુ છે કે, મોટાભાગનાં રેલમાર્ગો પર વંદે ભારતની ઓકયુપેન્સી 100 ટકા છે પણ અનેક માર્ગો પર ક્ષમતાથી ઓછા યાત્રીઓ સાથે વંદેભારત ચાલી રહી છે. આનુ કારણ એ છે કે ઉકત રૂટ પર અગાઉથી ચાલતી શતાબ્દી ટ્રેનનું ભાડુ વંદે ભારત ટ્રેનથી ઓછુ છે. રેલવે વંદે ભારત ટ્રેનનું ભાડુ નર્કસંગત કરવા માટે તેમાં ઘટાડાનું વિચારી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે 2000 થી 3000 કિલોમીટરના અંતરમાં વંદેભારતનું ભાડુ તર્ક સંગત બનાવી શકાય છે. ખાસ કરીને જે ટ્રેનોની ઓકયુપેન્સી ઓછી છે.
શતાબ્દીનું ભાડુ ઓછુ
નવી દિલ્હીથી દહેરાદુન વચ્ચે શતાબ્દી એકસપ્રેસનાં એસી એર કારનું ભાડુ 905 રૂપિયા છે અને એકઝીકયુટીવ કલાસનું ભાડુ 1405 રૂપિયા છે. શતાબ્દી આ અંતર 6.10 કલાકમાં પુરૂ કરે છે. જયારે આનંદ વિહારથી દહેરાદુનનું અંતર વંદે ભારત 4-45 કલાકમાં પુરૂ કરે છે.તેમાં એસી ચેર કારનું ભાડુ 1065 રૂપિયા છે. અને એકઝીકયુટીવ કલાસનું ભાડુ 1890 રૂપિયા છે.