-દુર્ઘટનાના કારણ અંગે મોસ્કોનું મૌન
રશિયાના હવાઈદળનું મીગ-31 વિમાન પ્રશાંત મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા હવે તેના બંને પાયલોટોની સમુદ્રમાં તલાશ શરુ કરવામાં આવી છે.
- Advertisement -
આ વિમાન તાલીમી ઉડ્ડયન પર હતું અને તે સમયે કોઈપણ કારણોસર તે પેસીફીક સમુદ્રમાં તુટી પડયું હતું. જો કે દુર્ઘટનાના કારણો અંગે હજુ જાહેર થયું નથી. ટુ સીટર સુપરસોનીક ઝડપે ઉડતુ આ વિમાન લાંબા અંતર સુધીના મિસાઈલ દાગવા માટે પણ સક્ષમ છે અને તે ક્રુઝ મિસાઈલને આંતરી પણ શકે છે. જો કે દુર્ઘટનાગ્રસ્ત થયેલા મીગ-31માં કોઈ શસ્ત્ર પ્રણાલી મૌજૂદ ન હતી.