હિન્દી કેલેન્ડર મુજબ આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. એવામાં દેશના દરેક શિવાલયો હર-હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
થોડા સમયમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણનો મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે અને આ વખતે તો શિવ ભક્તોને ભોલેનાથને પ્રસન્ન કરવા માટે 2 મહિનાનો સમય મળશે. સાથે જ શ્રાવણ સોમવાર પણ 8 હશે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણ સોમવારના દિવસે શિવજીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.
- Advertisement -
#WATCH | Madhya Pradesh: Aarti performed at Shree Mahakaleshwar Temple in Ujjain, on the first day of 'Sawan' month. pic.twitter.com/yFuvOdOY38
— ANI (@ANI) July 4, 2023
- Advertisement -
હિન્દી કેલેન્ડર મુજબ આજથી એટલે કે 4 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. એવામાં દરેક જગ્યાએ શિવાલયોમાં આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
#WATCH | Madhya Pradesh: Devotees queue up to offer prayers at Shree Mahakaleshwar Temple in Ujjain, on the first day of 'Sawan'. pic.twitter.com/aSGKeTIFRP
— ANI (@ANI) July 3, 2023
મહાકાલેશ્વર મંદિર
મધ્યપ્રદેશ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ શ્રાવણ મહિનાના પહેલા દિવસે આરતી કરવામાં આવી હતી. ભાવી ભક્તોની ભીડ શિવજીના આશીર્વાદ લેવા માટે જામી હતી. મંદિરની બહાર પણ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.
#WATCH | Delhi: Devotees throng Shree Gauri Shankar Temple in Chandni Chowk to offer prayers on the first day of 'Sawan' month. pic.twitter.com/vJZ5yv0nEr
— ANI (@ANI) July 4, 2023
ગૌરીશંકર મંદિર
દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા શ્રી ગૌરીશંકર મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.
#WATCH | Delhi: Devotees throng Shree Gauri Shankar Temple in Chandni Chowk to offer prayers on the first day of 'Sawan' month. pic.twitter.com/vJZ5yv0nEr
— ANI (@ANI) July 4, 2023
નાગેશ્વર નાથ
નાગેશ્વર નાથ મંદિર બીજી બાજુ ઉત્તર પ્રદેશના નાગેશ્વર નાથ મંદિરમાં પણ શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી. લોકોએ સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી.
#WATCH | Uttar Pradesh | Devotees offer prayers at Nageshwar Nath Temple in Ayodhya on the first day of 'Sawan' month. pic.twitter.com/Nbut7mEtBQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023



