બળપૂર્વક તાઈવાન ગળી જવાની ડ્રેગનની ઈચ્છા સામે તાઈવાનના વિદેશ મંત્રી જે. જે. બૂચે કહ્યું: રશિયા પણ યુક્રેનને સહજ રીતે લેતું હતું
આ યુદ્ધના પરિણામો ઘણા ગંભીર હશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાઈવાન વિદેશમંત્રી જોશીહા જોસેફ બૂચે ચીનને કોઈપણ પ્રકારની લશ્ર્કરી કાર્યવાહીથી દૂર રહેવા ચેતવણીપૂર્વક જણાવી દીધું છે. સાથે તેઓએ તે પણ સ્વીકાર્યું કે તાઈવાન સામેનો ચીનનો ભય જેટલો દેખાય છે તેથી ઘણો વધુ ગંભીર છે અને બૈજિંગ દ્વારા બળપૂર્વક યથા સ્થિતિ બદલવાનો કોઈ પણ પ્રયાસ દુનિયા માટે પણ ગંભીર પરિણામો લાવશે. તેમાં સેમી-કંડકટર્સની આપૂર્તિ પણ બાધિત હોવાનો સમાવેશ થાય છે. તાઈવાન પોતાના સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
એક આંતર-રાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બૂચે સોમવારે સાંજે જણાવ્યું હતું કે પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટેના યુક્રેનના દ્રઢ સંકલ્પથી અમોને પ્રેરણા મળી છે, લડવાની હિંમત મળી છે. દુનિયા માનતી હતી કે આ યુદ્ધ માત્ર એક કે બે સપ્તાહમાં જ સમેટાઈ જશે, પરંતુ જુઓ તે એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. ચીન માટે આ એક સારો એવો બોધપાઠ છે. બૂચે વધુમાં કહ્યું હતું કે મને વિશ્ર્વાસ નથી આવતો કે દુનિયાની સૌથી મોટી સેનાઓ પૈકીની એક રશિયન સેના પણ મુશ્ર્કેલીમાં મુકાઈ ગઈ છે.
તાઈવાન વિદેશમંત્રી બૂચે વધુમાં કહ્યું હતું કે ” ઉપર આક્રમણ વિશે તો દુનિયાને સેમી-કંડકટરની મુશ્ર્કેલીઓ સહેવી પડશે. દુનિયામાં 90 ટકા સેમી-કંડકટર્સ એકલું તાઈવાન જ બનાવે છે.”