ખાસ-ખબર સંવાદદાતા
જામનગરની સાધના કોલોનીની 3-3 લોકોનો જીવ લેનારી દુર્ઘટના બાદ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડનું તંત્ર અને સરકાર ભયગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોના જીવન પ્રત્યે બેપરવાહ હોય તેમ માત્ર સર્વે કરવાનું ડીડક કરી રહી છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડે સૌરાષ્ટ્રના સાત શહેરોમાં બનાવેલા હજારો મકાનોમાંથી 9510 મકાનો-કવાર્ટરો ગમે ત્યારે ધસી પડે તેવા જોખમી હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં 9500માંથી 1678, જૂનાગઢમાં 1020 મોરબીમાં 498, જામનગર શહેરમાં 4300માંથી 2550, સુરેન્દ્રનગરમાં 108, જેતપુરમાં 144, ગાંધીધામમાં 512 મકાનો ભયજનક છે. જેમાંથી રાજકોટ અને જામનગરના મોટાભાગના મકાનો ગમે ત્યારે ધસી પડે તે હદે ભયગ્રસ્ત છે. રાજકોટ, જામનગર બોર્ડના કવાર્ટર અને મકાનોમાં રહેતા માલિકોને જર્જરિત મકાન મુદ્દે ગત એપ્રિલ અને જૂન માસમાં નોટિસ અપાઇ છે. તેમજ હાલમાં અમદાવાદની વડી કચેરીની સૂચના મુજબ જામનગરમાં ફરી જર્જરિત મકાનોનો સર્વે હાથ ધર્યો છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ભયજનક મકાનની યાદી માંગી છે.
- Advertisement -
જામનગરમાં સર્વે પૂરો થયા બાદ રાજકોટમાં ફરી સર્વે હાથ ધરાશે.
ભયજનક જર્જરિત બાંધકામ
રાજકોટ 1678
જૂનાગઢ 1020
મોરબી 498
જામનગર 2550
સુરેન્દ્રનગર 108
જેતપુર 144
ગાંધીધામ 512