-તામિલનાડુ સરકારે ફાર્મફ્રેશ ચેનલ મારફત રૂ.60 કિલોના ભાવે ટમેટા વેચવાનો નિર્ણય કરશે
દેશમાં અનેક વખત ડુંગળીએ સરકારોને રડાવ્યા બાદ હવે ટમેટામાં પણ લાલચોળ તેજીથી હવે ફરી એક વખત આવશ્યક શાકભાજી અને તેવા મૌસમી કૃષિ ઉત્પાદનોના સંગ્રહ તથા માર્કેટીંગ માટે નીતિ તૈયાર કરવા આદેશ અપાયા છે. હાલ બજારમાં ટમેટાનો ભાવ રૂા.100થી120 થયા છે અને હજુ ચોમાસુ આગળ ધપી રહ્યું હોવાથી નવો પાક નહી આવે
- Advertisement -
ત્યાં સુધી ટમેટાની અછત રહેશે અને ભાવમાં વધારો થશે તેવા સંકેત છે. હજુ જૂનના મધ્યમાં ટમેટા રૂા.40-50 પ્રતિ કિલો અને તેનાથી પણ સસ્તા વેચાતા હતા પણ અચાનક જ જે રીતે માર્કેટમાં તેજી આવી તેનાથી ટમેટાના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. હવે કેન્દ્ર સરકારે ઝડપથી બગડતા આ કૃષિ ઉત્પાદન માટે સંગ્રહ તથા માર્કેટીંગ સહિતની નીતિ બનાવવા માટે નિર્ણય લીધો છે તો તામિલનાડુ સરકારે રાજયમાં ફાર્મ ફ્રેશ આઉટલેટ મારફત રૂા.60 પ્રતિ કિલોના ભાવે ટમેટા વેચવા નિર્ણય લીધો છે