ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ, જામનગર અને ખંભાળીયામાં આજે જીરુમાં આગઝરતી તેજી સાથે ઐતિહાસિક ભાવ જોવા મળ્યા હતા. રાજકોટમાં ઊંચામાં 12000, ખંભાળીયમાં 11,820 અને જામનગરમાં 11800 સુધીના ભાવ નોંધાયા હતા. જૂનાગઢમાં પણ ભાવ 11680ના ભાવ બોલાયા હતા.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ કહ્યું હતું કે, ” માલની ડિમાંડ નિકળતા આજે 1500 કિવન્ટલની આવક સાથે ભાવ 10400થી 12000 સુધીના જોવામળ્યા હતા.
- Advertisement -
જામનગરમાં 4177 મણની આવક સાથે ભાવ 9500થી 11800 સુધીના જોવા મળ્યા હતા.ખંભાળીયાના ખેડૂત જયેશભાઈ પ્રેમજીભાઈ આજે ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં જીરૂ વહેંચવા આવેલ હતા. માર્કેટિંગ યાર્ડમા આવેલ વાઘેશ્વરી ટ્રેડિંગ દ્વારા હરાજીમાં વહેચવા આવેલ હતા. ત્યારે અહીંની શિવ ટ્રેડિંગ દ્વારા સૌથી ઊંચા ભાવની આવેલ ખરીદી કરતા જીરૂનો ભાવ 11820 સુધીનો હાઈએસ્ટ ભાવ મળ્યા હતા.”
જુનાગઢમાં જીરાનો ભાવ રૂ.11,680
તલમાં પણ ધુમ આવક સાથે તેજી: સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જુનાગઢ યાર્ડમાં પણ જીરાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. જૂનાગઢમાં જીરાનો આજદિન સુધીમાં સૌથી ઉંચો ભાવ મણ (20 કિલો)ના 11680 મળવા પામ્યો હતો. પાંચ દિવસમાં રૂા.બે હજારનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ તલમાં પણ સીઝનમાં સૌથી ઉંચા ભાવ 3252 મણના મળવા પામ્યા છે. જે ખેડુતો માટે હરખની હેલી સમાન છે. તલની આવક છેલ્લા એક માસથી થઈ રહી છે. આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 1700 કવીન્ટલની આવક થતા તલથી યાર્ડ ઉભરાયું હતું.
વાંકાનેર યાર્ડમાં ગુરૂવારથી 4 દિવસની રજા
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં આગામી તા.29ને ગુરૂવારથી તા.2/7ને રવિવાર સુધી ઈદની રજા રહેશે. આગામી તા.29/6ને ગુરૂવારના રોજ ઈદ હોવાના કારણે તા.29,30 અને 1 રજા જાહેર કરવામાં આવી છે. જયારે તા.2ને રવિવાર હોવાથી એ દિવસે પણ રજા રહેશે આમ આગામી ગુરૂવારથી રવિવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં સતત ચાર દિવસની રજા રહેશે. આ દિવસો દરમિયાન યાર્ડમાં કોઈપણ માલની ઉતરાય કરવા દેવામાં આવશે નહી જયારે તારીખ 2/7/ને રવિવારે ફરી ઉતરાય ચાલુ કરવામાં આવશે.આ રજાની વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓ અને ખેડુતભાઈભાઈઓ નોધ લેવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.