એક વ્યક્તિનું મોત: 6 દુકાન અને બે બાઈક બળીને ખાક
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના માળિયા હાઇવે ઉપર ગાળા અને ગુંગણ ગામના પાટીયા નજીક આવેલ કૈલાશ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં આગ લાગી હતી ત્યારે આગ લાગવાના બનાવના પગલે દુકાનમાં રહેલ માલ સામાનની સાથે ત્યાં પડેલા ગેસના બાટલા પણ ધડાધડ બ્લાસ્ટ થયા હતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને બાટલો લાગતા ઈજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું તેમજ આસપાસની પાછળ દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી સામે પડેલા બે મોટર સાયકલ પણ બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે હવે આ બનાવમાં એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાળા અને ગુંગણ ગામના પાટીયા પાસે આવેલ કૈલાસ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં કાવ્યા હાર્ડવેર નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી તેમાં રહેલ પ્લાસ્ટિકની ઘર વપરાશની વસ્તુઓનો જથ્થો તથા બાજુમાં આવેલ કાવ્ય ઈલેક્ટ્રિક નામની દુકાનમાં આગ લાગી હતી તેમજ હાર્ડવેર અને ઇલેક્ટ્રીકની દુકાનના ગોડાઉનમાં પણ આગ લાગતા ત્યાં પડેલા ગેસના બાટલાઑ બ્લાસ્ટ થયા હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સલમાનખાન ચાંદબાબુખાન (17) રહે.
સિરામિક સિટી લાલપર તાલુકો જીલ્લો મોરબી વાળાને ગેસનો બાટલો ફાટીને વાગ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.