-ગુજરાત સહિત જમ્મુ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં તિરુપતિ પ્રતિકૃતિ બનશે
હવે દેશના દરેક રાજયોમાં તિરુપતિ મંદિર બનાવવાની યોજના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ઘડી રહ્યું છે. દેશના સૌથી અમીર ગણાતા આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ યોજના અંતતર્ગત ભગવાન વેંકટેશ્વરની તિરુપતિ મંદિરની પ્રતિકૃતિ જમ્મુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને છતીસગઢ જેવા અનેક રાજયોમાં બનાવવામાં આવશે. આ દુનિયાની સૌથી મહત્વાકાંક્ષી યોજના મનાય છે, જેને લઈને બધા રાજયોમાં પ્રયાસ થઈ રહ્યા છે.
- Advertisement -
હાલ નવી મુંબઈમાં બની રહ્યું છે ભવ્ય મંદિર: ટીટીડીએ હાલમાં જ મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજીના મંદિરનો પાયો નાખ્યો છે.
રાજય સરકારે આ માટે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની કિંમતની 10 એકર મુખ્ય જમીનની ફાળવણી કરી છે જયાં 70 કરોડ રૂપિયાના ખર્ચે ટીટીડી મંદિરનું નિર્માણ થશે.



